મારી બકુ


‘આજે કાયમ માટે વિદાય લીધી. તારું શું થશે એની ચિંતા સદાને માટે દૂર થઈ. હવે તો મારી ચિતાની રાખ પણ ઠંડી થઈગઈ. તરો ગુનેગાર છું. તને આમ અસહાય મૂકીને જતો રહ્યો. આશા રાખું છું તારા, શ્રીનાથજી તને સહાય કરશે!’

મારી વહાલી બકુ, તને ખબર છે ? છેલ્લા કેટલા મહિનાથી મને કેન્સર છેલ્લા તબક્કામાં હતું. મારી વહાલી બહેન મને તેના ઘરે લઈ ગઈ. ભાઈ તો બહેનને વહાલો હોય ! મને ખબર નથી, તું ક્યાં છે અને કેમ છે ?

ખેર ,હવે તો હું તને છોડીને ચાલી નિકળ્યો. જીંદગીના કેટ કેટલા વર્ષો આપણે સાથે ગાળ્યા ! સાથે જીવવાના અને મરવાના સિગંદ લીધા હતા, હું તેમાં નાપાસ થયો.

‘તેં મને અને મેં તને જેવા હતા તેવા સ્વીકાર્યા હતા ! તારી નબળાઈ મારાથી છુપી ન હતી. તેમજ મારી નબળાઈ ગણો તો નબળાઈ અને આવડત બન્નેથી તું પરિચિત હતી. ‘

આજે ભલે હું નથી રહ્યો. કિંતુ ‘તારું શું થશે એ ચિંતા દિલમાં લઈને જાંઉ છું . આશા છે મારી ગેરહાજરી તને થોડી બહાદૂર બનાવવામાં સફળ પુરવાર થાય ! બાકી હું હવે દૂર રહે નહી તારું ધ્યાન રાખી શકું કે નહી તારી કોઈ વાત સાંભળી તેનો ઈલાજ કરી શકુ !

મને ખાત્રી છે, ‘તારો શ્રીનાથજી” તને સહાય કરશે’ ! તારી એનામાં જે અપાર શ્રદ્ધા છે તે હવે તને પૂરવાર કરી આપશે. તેં નહી નહી તો ૬૦ વર્ષ મારો સાથ નિભાવ્યો હતો. સાચું કહું, “હું તને ખૂબ પ્રેમ કરતો હતો” !

ભલે દુનિયાને જે માનવું હોય તે માને? મેં ક્યારેય દુનિયાની દરકાર કરી ન હતી ! મને તો મારી બકુના મુખ પરનું નિર્મળ હાસ્ય જોવું ગમતું હતું. તું શાંતિથી જીવજે. યું જીવીશ ત્યાં સુધીની સગવડ મેં કરી છે. બસ તારી તબિયત સાચવજે. બિમાર થઈશ નહી !

બાકીની જીંદગી શ્રીજીને સમરવામાં પસાર કરજે. તારો વિચાર આવે ત્યારે મને દુઃખ થાય છે. પણ હું નિઃસહાય છું. સાવ ખોટું બોલું છું ,તારો વિચાર હવે મને નહી આવે !

તને આમ છોડી જવા બદલ હું તારો ગુનેગાર છું બને તો મને ક્ષમા આપજે !

બકુની જીંદગી બેસ્વાદ બની ગઈ. બસ થોડી ધીરજ રાખી અને આંખ મીંચીને ચાલી નિકળી. એકલા આ ઉંમરે

જીવવું કઠિન લાગ્યું.

ઑમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Posted in અન્ય | Leave a comment

શબ્દ



અક્ષરોના સમૂહને શબ્દ કહેવાય. શબ્દ કાં તો એકલા હોય યા કાનો માત્ર, હ્રસ્વ ઇ ,દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ ,દીર્ઘ ઊ યાતો અ, આ ઈ, ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ના સહયોગથી લદાયેલો હોય. ઘણિવાર જોડાક્ષરોનો પણ સહારો લે.

પતન, લગન, મરણ, સરસ. તરત એવા અનેક શબ્દો છે જે માત્ર અક્ષરોથી બનેલા છે. ચાલો ત્યારે મૂળ મુદ્દા પર આવું.

ભણેલા કે અભણ પાસે સત્ય યા અસત્યનો સંદેશો પહોંચાડવાનું સાધન છે. તે છે ‘શબ્દ’. ટુંકમાં કહું તો શબ્દ, માધ્યમ છે. વાણી, વર્તન, આચરણ, ઈશારા સઘળું શબ્દ દ્વારા અન્યને અપી શકાય છે. તે વાહન છે. જેને પૈડાં કે પાંખ નથી. છતાં પણ ‘શબ્દ’નો ભાર અથવા અર્થ અન્ય તક પહોંચાડી શકે છે.

શબ્દ આકર્ષક પણ હોઈ શકે. મિઠાશથી છલકાતા પણ હોઈ શકે. ધિક્કાર યા તિરસ્કાર ભર્યા હોય તો નવાઈ ન પામશો. શબ્દ હ્રદયગમ્ય હોય શકે યા હ્રદયને આરપાર વિંધનારા પણ હોઈ શકે છતાં અંતે તેને છોડી દેવા પડે. એનાથી આગળ તેનું કાર્યક્ષેત્ર ન હોય !

‘શબ્દ’ની કરામત જુઓ, ભાથામાંથી ફેંકેલા તીર જેવું કામ છે. એક વાર નિકળ્યા પછી નિશાન ચૂકી પણ જાય તોય વિંધી નાખે. માટે વાણી દ્વારા તેનો પ્રયોગ ખૂબ સાવચેતી પૂર્વક કરવો.

શબ્દ વારંવાર વપરાય તો જાપ બને. એ જ શ્બ્દ બીજા શબ્દોનો સહારો લે તો મંત્ર બને. જોઈને શબ્દની કરામત !

શબ્દ ‘પ્રહાર’ પણ બને યા શબ્દ ‘મલમ’ પણ બને . હવે આ શબ્દ વાપરનાર પર અવલંબિત છે.

સંકેત મળતા ‘શબ્દ’નું કોઈ પ્રયોજન ન હોય. જેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે સ્ટેશન આવે ત્યારે ઉતરી જવામાં જ માલ છે. શાળાએ સ્કૂલ બસમાં જતું બાળક શાળા આવતા બસમાંથી ઉતરી જાય. સાંજે ઘરે આવતી વખતે ,ઘર આવે ત્યારે ઉતરી જાય. બસ એ જ પ્રકારે શબ્દનું કાર્ય સમાપ્ત થતા, તેઓ થંભી જાય.

શબ્દને તેની મર્યાદા પણ હોય. ક્યારે વાપરવા, પરિસ્થિતિને અનુરૂપ, સ્થળની મર્યાદા આ બધું લક્ષમાં રાખવું આવશ્યક છે.

:

Leave a comment

અમારામાં

અમારામાં —-
********
આજે સવારથી હસીના વિચારે ચડી હતી. મન પસંદ સાથીની સંગે જિંદગીના વર્ષો ક્યાં પસાર થઈ ગયા તે ખબર પણ ન પડી. જ્યારે લગ્ન પછી પંદર વર્ષે દીકરી આવી ત્યારે અંગ અંગમાં રોમાંચ ફરી વળ્યો. તેણે અનુભવ્યું, માતા અને દીકરીનો જન્મ એક સાથે થયો હતો. માતૃત્વની લાગણિની ભીની ભીની . સુગંધ માણિ રહી હતી.

અંગોમાં ઉભરાઈ આવેલું અમૃત પિવડાવવા તત્પર બની.. જ્યારે દીકરીને છાતી સરાસી ચાંપી વહાલ વરસાવી રહી હતી, ત્યાં તેને પોતાની મા યાદ આવી ગઈ. આવી રીતે જન્મ પછી એણે પણ આ સુખ માણ્યું હતું. એ માને આજે પંદર વર્ષથી જોવાની પણ તક સાંપડી ન હતી.

‘અરે, હસુ, ઉઠવાનું નથી ? શાળાએ જવાનો સમય થઈ ગયો છે. બેટા ઉઠ.’ માનો વહાલ ભર્યો સ્વર કાનમાં ગુંજી રહ્યો. જન્મી ત્યારની હાલત તો તેને ક્યાંથી યાદ હોય ? પણ ચાર વર્ષેની ઉંમરે બાળમંદિરમાં જવાનું શરુ કર્યું ત્યાર પછીની આખી જિંદગી ચિત્રપટની માફક તેની નજર સમક્ષથી પસાર થઈ રહી હતી.

પિતાએ સારી વિદ્યા પ્રાપ્ત થાય માટે ખાનગી શાળામાં મોકલી. હસુએ પોતાનું નામ પણ રોશન કર્યું. મેટૃકની પરિક્ષામાં આખા વર્ગમાં પ્રથમ આવી. મુંબઈની ‘સેંટ ઝેવિયર્સ કોલેજમાં’ દાખલ થઈ. કોલેજમાં પણ હસુએ પોતાનું પોત પ્રકાશ્યું. ખૂબ સુંદર મર્ક્સ મેળવીને ,મુંબઈની મેડિકલ કોલેજમાં પણ દાખલ થઈ. મુંબઈમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ પામવા ગુણ તો સારા જોઈએ સાથે સાથે હોંશિયારીની પણ આવશ્યકતા છે. હસુને પોતાના માતાઅને પિતા પ્રત્યે પ્રેમ તથા આદર હતા.

હવે તેના માતા અને પિતા હસુ માટે સારા મુરતિયાની શોધમાં હતા. મમ્મીએ બે ત્રણ વાર હસુ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો ,કે કોઈ છે તારા ધ્યાનમાં ?. ભણવામાં મશગુલ હસુએ તે દિશામાં વિચાર્યું ન હતું. આત્યારે તેનું ધ્યેય ડોક્ટરની પદવી મેળવવામાં ગુંથાયેલું હતું.

સાથે ભણતો અનવર મેડિકલના પહેલા વર્ષથી હસુ પર મીટ માંડીને બેઠો હતો. તેનામાં હિંમત ન હતી હસુને કહેવાની. આખરે હસુએ જ્યારે મિત્રો વચ્ચે વાતવાતમાં પોતાની માનો વિચાર સહુને જણાવ્યો ત્યારે અનવરને થયું, બહુ મોડું થાય એ પહેલાં કહેવું પડશે ! અનવરને ડર હતો, જો કે એ ડર સાચો હતો, પણ તેને થયું ડોક્ટરનું ભણતી છોકરી આવા બધામાં માનતી નહી હોય.

અંતે હિમત કરીને હસુને વાત કરી. હસુને અનવરનો સ્વભાવ મિત્ર તરિકે ગમતો હતો. આવી રીતે સામે ચાલીને વાત કરી અને ચાર વર્ષથી મનમાં શેખચલ્લીના વિચારોમાં ડૂબેલો હતો એ વાત ગમી અને ‘હા, પાડી બેઠી’. આગળ પાછળનો કોઈ વિચાર તે સમયે તેના દિમાગમાં ન આવ્યો. ઉંમર, સમય અને સ્થળનો પ્રતાપ હતો.

ભાન ન રહ્યું કે મમ્મી અને પપ્પા શું વિચારશે.? ઉતાવળિયું પગલું બન્ને જુવનિયા ભરી બેઠા. અનવરના અબ્બુ અને અમ્મી તો ડૉક્ટર છોકરી જોઈને રાજીના રેડ થઈ ગયા. હસુમાંથી હસીના બની માત્ર નામ બદલવાની સંમતિ આપી હતી. ધર્મ નહી. હસુના મમ્મી અને પપ્પાએ તો હસુના નામનું નાહી નાખ્યું. આટલા લાડમાં ઉછેરેલી દીકરી સાથે નાતો તોડી નાખ્યો.

આટલા વર્ષોનું ફળ આવું મળશે તેવું તેમણે સ્વપનામાં પણ વિચાર્યું ન હતું. તેઓ ગમે તેવો છોકરો ચલાવી લેત, પણ અનવર ! કોઈ હિસાબે નહી. દીકરી સાથે જનમ ભરનો નાતો પળ વારમાં ખતમ કરી નાખ્યો. હસુના પપ્પાએ તો દીકરીના નામનું ‘નાહી નાખ્યું”.

એમનો અંતરાત્મા કોઈ પણ રીતે હસુને સ્વિકારવા તૈયાર ન હતો. લગ્ન કર્યા પછી હસુને સાચી પરિસ્થિતિનો અંદાઝ આવ્યો. દૂધ ઉભરાયા પછીની વાત, તે સમજી ગઈ. પોતાના વ્યવસાયમાં અને અનવર સાથે સુખી હતી. તેના અમ્મી અને અબ્બુથી જુદા રહી બંનેએ પોતાનો ઘર સંસાર અને દવાખાનું શરૂ કર્યા. હસુને દુખ થયું. કિંતુ અનવર સાથે સુખી સંસાર માણી રહી. દસેક વર્ષ સુધી હસુને બાળક ન થયા એટલે અનવરના અબ્બા તેના બીજા નિકાહ કરવા માગતા હતા. અનવરે ધસીને ના પાડી.

આજે જ્યારે હસિના ખોળામાં દીકરી રમી રહી છે ત્યારે તેને પોતાના માતા અને પિતાની ખૂબ યાદ આવી. આટલા વર્ષે દીકરી આવી પણ અનવરના અબ્બુને દીકરો જોઈતો હતો. ભણેલા ગણેલા અનવરનું તેના અબ્બુ પાસે કાંઈ ન ચાલ્યું. હસિના ખૂબ કરગરી. તે પોતે પણ ડોક્ટર હતી. બન્ને જણ કારણ જાણતા હોવા છતાં વ્યર્થ.

બીજા નિકાહ કરવા જતા પહેલાં અનવર બોલ્યો, ‘અમારમાં તો ——-

હસિના જમીન પર ફસડાઈ પડી !


Leave a comment

‘ફાધર ભૂલી જાય છે ‘ વિશ્વની શ્રેષ્ઠ કવિતામાં સ્થાન પ્રાપ્ત કૃતિ (સંકલન -અનુવાદ )જિતેન્દ્ર પાઢ

               ( પ્રાસ્તાવિક -હિન્દુ ધર્મમાં ઋષિમુનિઓએ માનવજીવનને ઉચ્ચ અને ઉન્નત બનાવવા  ધર્મ અને સમાજને સાથે જોડી તહેવારો,વ્રતો ,અનુષ્ઠાનો, તીર્થો ,મહિમા, ઈશ્વર આસ્થા  તરફ લક્ષ્ય આપ્યું છે. ભારત એક જ દેશ એવો છે  ,જ્યાં માતાપિતાને ઈશ્વર સ્વરૂપ ગણી ને પુજનિયતા પ્રદાન કરેલી છ બાળ સંસ્કારો ,ઘડતર અને સંસ્કૃતિનું પાલન કરવા ખાસ વ્યવસ્થાઓ કરી છે .માતાપિતાને ઈશ્વર ગણી આપેલા ઉંચ્ચ ભાવોને  લીધે બંને પક્ષે જવાબદારી,કર્તવ્ય અને ફરજપાલન પરત્વે સજાગતા વધે છે ,બાલ ઉછેર અને ઘડતરમાં અન્ય ઘટકો સાથે પ્રથમ મુખ્ય હિસ્સો તે માતાનો છે અને પિતાનો પણ ખરો. વિદેશમાં મારા આવન જાવનથી મેં જોયું છે કે અહીં ભારત કરતા સાવ અલાયદી પ્રણાલિકા છે .
                                 પશ્ચિમી સંસ્કૃતિ,સરકારી આદેશો,નિયમ પાલન,યુગ જરૂરત મુજબ સુધારા સાથે બાળ ઉછેર કરવામાં આવે છે ,પિતા-માતા બાળક પાસે ક્ષમા પણ માંગે છે અને વ્હાલ પણ કરે છે . તેમાં તેઓને  લાગતી નથી ,સંકોચ નથી ,કે ઘમંડ નથી.. દરેક દેશની આગવી પદ્ધતિઓ  બાળ ઉછેર માટે વપરાય છે .તિરસ્કાર, ક્રોધ ,જીદ્દ,હકુમત જમાવતી માવતરની કડક  વ્યવ્હારિતા વિદેશમાં ન ચાલે ; બાળક  તુરંત પોતાના મોબાઇલમાંથી પોલીસ ફરિયાદ  કરે અને મામલો બગડે. અહીંની સરકારનું માનવું છે કે બાળકને પણ પોતાની  અલાયદી સ્વંત્રતા  હોવી જોઈએ  અને કડક હકુમતમાં બાળવિકાસ કુંઠિત બને છે , સ્વાભાવિક રીતે ઉછેર થઈ શકતો નથી, આઝાદી માનવીને બગાડે છે એવો મત અહીં નથી ,બેશક પરિણામો પર અસર અવશ્ય પડવાની !
                        બાળવિકાસમાં તેની કુશળતા અને જીજ્ઞાશા ,શોખ અને પસંદગીના ક્ષેત્રમાં બાળકનો સહજ વિકાસ સરળતા સાથે  થાય માટે અભ્યાસ સાથેસંગીત,નૃત્ય,ચિત્રકલા,ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી,માતૃભાષા ,કરાટે, જિમ્નાસ્ટિક , લાયબ્રેરી વગેરેમાં બાળક ગૂંથાયેલું રહે માટે પિતા ,માટે ખુબ ધ્યાન આપે છે – બાળ ઉછેર ખુબ જ સભાનતા,વિવેક સાથે વર્તમાનયુગ અને સમાજ ના સાન્નિધ્યમાં કરવાનો ,અહીં બાળકો જાતે જ  પ્રોજેક્ટ, માર્કેટિંગ અને પૈસાનું મૂલ્ય સમજતો થાય  છે,ખુદ સ્વયં વસ્તુઓ બનાવી  પોતાના ગેરેજ,રોડ,ફૂટપાથ ,સોસાટીમાં ,મોલમાં સ્ટોલ્સ લગાવે અને પોતાની આવક બચત જાતે ઉભી કેમ કરાય તે  પ્રેકટિકલી   શીખે ,તેમાં વડીલ કોઈ પણ જાતની  મદદ કરે નહીં હા, પ્રોત્સાહન જરૂર આપે ,અહીં સાર્વજનિક ફંડ ભેગું કરવા બાળકો ને સરઘસોમાં બંધ ડબ્બા હાથમાં પકડાવી  દેવાતા નથી ,કલા દ્વારા સ્વૈચ્છિક  દાન આપવું  તેને નાગરિક ફરજ ગણાય છે; આવા પાઠ નાનપણથી જ બાળ જીવન ઘડતરના પગથિયાં બને છે ; બાળ ઉછેર/વિકાસ વિષય મનોવિજ્ઞાનિક, સોશિયોલોજી નો ગણો તો સાહિત્ય દ્વારા તે બાબત – મૂળ ને સમજાવવા આ પત્રો મુકવાની મને ઈચ્છા જાગી -જેથી ભવિષ્યમાં કોઈ મૂળ કૃતિ જાણનારો રસિક કદાચ જાગે. મારો પ્રયાસ સાર્થક બને ! )
     ભારતની પરિસ્થિતિ અલગ છે ,પોળમાં, સોસાયટીમાં, શેરી મિત્રો સાથે વિકાસ પામે છે, મોંઘવારી અને  સંતાન સામાન્ય પરિસ્થિતિમાં  હાલત  જુદા હોય છે, ભૌગોલિક  અને સામાજિક હાલત બદલતા બાળક તે પ્રમાણે પોતાનો આંતરિક,માનસિક વિકાસ કરે છે, ઈચ્છાઓ હોવા છતાં ભારતમાં માધ્યમ વર્ગીય માવતરો બાળ વિકાસ, ઘડતર જરૂરિયાતો પર ધ્યાન આપી શકતા નથી તે તેઓની છે તે એક વેદના છે ;અમેરિકામાં શિક્ષણ,શોધો, નવાઅખતરાઓ થતા રહે છે  બાલ ઉછેર વેળાએ અને બાળક યુવાન થતાં માતા કે પિતા પત્રદ્વારા પોતાની વ્યથા કે પ્રેમ ,કે  ભૂલ સમજ અથવા ભવિષ્ય માટે ની સલાહ આપે છે ,આવા કેટલાંક પત્રો। કવિતાઓ અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધ થયા અને  વખણાયેલ  છે તે શ્રેણી અત્રે રજુ કરવાનો પ્રયાસ બાળઉછેર ને નવતર વેગ મળે તેવો છે ,આ  માત્ર ભાષાંતરો,અનુવાદો કે ઉતારા નથી જરૂર લાગે ત્યાં અર્થ ને પકડીને સમજ આપવાનો પ્રયાસ પણ કરેલો છે ;ઉત્તમ સંકલન નો પ્રકાર નવો નથી આ અગાઉ અનેક સંકલનો ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં થયેલા અને  ઉત્તમતાને લીધે પારિતોષિકો પણ પામ્યા  ભાષાંતર કલા એ સાહિત્ય પ્રકારનો એક  વિભાગ પણ છે – જિતેંદ્ર પાઢ] ચાલો વાંચીએ તે કવિતા …….
..

                  બેટા,સંભાળ !  હું આમ કહી રહ્યો છું,એટલા માટે કે તું સુઈ રહ્યોછે  એક નાની સી લટકતી  હથેળીમાં તારા ગાલો  પર છાપ પડે છે !સોનેરી વાંકડિયા વાળ તારા  કપાળે ઉપર ચોંટેલા છે,પરસેવાના બિંદુઓ પ્રસરેલા મોતી જેવા લાગે છે ;  હું તારા કમરામાં એકલો ઘુસી આવ્યો છું. થોડા સમય પહેલા હું મારા પુસ્તકાલયમાં બેઠો બેઠો મારુ છાપું વાંચી રહ્યો હતો કે એકદમ હું  વ્યથા (ગૂંગળામણ  થાય તેવી  બેદિલી  )ની લહેર મારા ઉપર છવાઈ ગઈ।  ગુનેગારની જેમ હું તારા બિછાના (પથારી-બિસ્તરા ) પાસે  (દોડી) આવી ગયો  .
*  આ કેટલીક વાતો કે જેના વિષે હું વિચારી રહ્યો હતો,બેટા ,મારો તારાથી વિરોધ રહેતો હતો  ! મેં તને ખખડાવેલો (ઝાડી નાખ્યો )હતો, જયારે તું સ્કૂલ જવા તૈયાર થઇ રહ્યો હતો,કારણકે,ટુવાલથી મોં  ઉપરછલ્લું લૂંછેલુ મેં ટપલી  મારી મારી હતી ,જયારે  તેં તારા બુટ સાફ કર્યા નહોતા ત્યારે મેં તને ધમકાવ્યો હતો,જયારે તે પોતાની કેટલીક ચીજો જમીન ઉપર ફેંકી દીધી હતી  .
 *  નાસ્તાના સમયે પણ મેં ભૂલો  કાઢી’ તું પોતાનો કોળિયો ચાવ્યા ગળી ગયેલો .તેં પોતાની કોણીઓ ટેબલ બહાર ટેકવી  .તેં તારી ડબલ રોટી ઉપર ખુબ વધારે માખણ ચોપડી દીધું  .જેવો તું રમવામાં લાગી ગયો, હું મારી ટ્રેન પકડવા ચાલતો થયો,તો  પાછળ ફરીને હાથ હલાવી ‘ગુડ  બાય ડેડી’કહ્યું,ને મેં ગુસ્સાથી કહ્યું- તારી પીઠ પાછળ કર.’ (પાછો વળી જા )
*  બપોર પછી આ બધું ફરીથી શરૂ થઇ ગયું  .જેવો હું સડક પર આવ્યો અને તને ઘૂંટણ ઉપર બેસી ને લખોટી રમતા જોયો અને હું તાડૂક્યો .તારા મોજામાં કાણાં હતા। મેં તારા મિત્રોની સામે તારી બે ઈજ્જતી કરી અને તને મારા આગળ આગળ ચલાવીને  ઘેર લઇ આવ્યો .મોજા  મોંઘા હતા,અગર જો  તેં ખરીદ્યા હોત તો કદાચ તું એનાથી વધુ કાળજી રાખત બેટા,આ બાબતની પિતાને બાજુથી કલ્પના કરજે .
* શું,તને યાદ છે,પછી હું પુસ્તકાલયમાં વાંચતો હતો,ત્યારે તું કેવો શરમાતો આવ્યો અને તારી  આંખોમાં શરમીંદગી ની ઝલક હતી. જયારે મેં મારા કામકાજ બાબતના કાગળોથી નજર ઉઠાવી જોયું તો તું દરવાજા પર સંકોચાઈને ઉભો હતો .’તારે શું જોઈએ છે !’ હું ચિલ્લાયો હતો   .
*    તેં  કહ્યું  કંઈ નહિ ,પણ અંદરની બાજુ તોફાનીની (વાવાઝોડાની ) જેમ આવ્યો અને તારા હાથ મારી ગરદન ની ચારે બાજુ લપેટીને મને ચૂમ્યો હતો  . તારા નાજુક નાના હાથોં એ મને  જાણે પુષ્પોમાં જકડી લીધો  .ભગવાને જે ફૂલ તારા દિલમાં ખીલવી રાખેલા ,જે  ઉપેક્ષિત થઇ ગયા હતા. પણ  જે હજુ  કરમાય નહોતા. ત્યાં સુધી તો તું પગથિયાં ઉપર ઠપ..ઠપ..કરતા જતૉ રહ્યો હતો પણ  …..
* હા,  બેટા ! એની થોડીવાર પછી મારા ઉપર ઉદાસી છવાઈ ગઈ હા,મારા કાગળિયા જે હાથમાં હતા એ પડી ગયા અને એક ભયાનક નબળાઈ ,કમજોરીનો અનુભવ થયો,મારી અંદરની આદત  મારા માટે શું ?કરી રહી છે ? ભૂલો શોધી ખખડાવવાની આદત !આ તારું ઇનામ હતું- તને,મારા પુત્ર હોવા માટેનું !એવું નહોંતુ કે તને હું પ્યાર કરતો નહોતો.આવું એટલા માટે કહું છું  કે હું તને મારી ઉંમરની કસોટીથી માપી રહ્યો હતો  .
* અને તારા ચારિત્ર્ય માં ઘણુંબધું સારું,(સ્વચ્છ )અને સાચું હતું . તારું નાનકડું દિલ વિશાલ હતું,જેમકે ઉત્તુંગ પહાડ ઉપર ફેલાયેલો સવારનો તડકો . આ તારી પોતાની સ્વયં અંદરથી જાગતી પ્રેરણાથી ખબર પડે છે,કે તું દોડતો  આવ્યો,પ્રેમ કરી અને પ્યારથી ‘શુભ રાત્રી ‘કહ્યું આજની આ સિવાય કંઈપણ મહત્વ રાખતી નથી,બેટા  હું રાતના અંધકારમાં તારા બિસ્તર પાસે આવ્યો છું,હું અહીં શરમથી ઝૂકી ગયો છું  .
* આ કમજોર પ્રાયશ્ચિત છે હું જાણું છું કે જો હું તને તારા જાગવાના સમયે(જાગે ત્યારે )આ સમજાઉં તો તું આ બધું અત્યારે સમજી શકીશ નહીં ,પણ કાલે  તું વાસ્તવિક પિતા બનીશ અને જયારે હસીશ ત્યારે હું પણ હસીશ ;મારે હસવું જ પડશે; ત્યારે મારી જીભ ને ડંખ લાગશે ,ત્યારે અધૂરા ,શબ્દો નીકળશે . હું કોઈ ધાર્મિક વ્યક્તિ ની માફક  રહીશ ‘ તે બાળક  એક બાળક !’
*   હું  ડરું  છું ,મેં મારી તારી કલ્પના એક માણસની જેમ કરી છે,જયારે હું તને પથારી ઉપર જ થાકેલો અને ફેલાયેલો જોઉં છું, તો લાગે છે, તું હજુ બાળક જ છે . કાલ સુધી તું તારી મા ની બાહોમાં હતો,તારું માથું એના ખભા ઉપર હતુ . મેં તારાથી ઘણી બધી વધારે અપેક્ષાઓ કરી  હતી   [ આ પત્ર આપણને સમજાવે છે કે બીજાનો નિષેધ,ટીકા,કરવા કરતા તેને સમજવાનો પ્રયાસ ઉત્તમ છે.જેઓ બીજાને   સમજે તે સંબંધો સરળતાથી નિભાવી જાણે  સામેની   વ્યક્તિ તે જે કરે છે,તે કેમ ! કરે છે? શા માટે કરે છે-તેને સમજવાનો પ્રયાસ તિરસ્કાર કરતા વધુ રસપ્રદ બને અને  તમારામાં સહાનુભૂતિ,સહિષ્ણુતા,  દયાળુતા જન્માવે છે ] પિા/તા પુત્રની આ સાચી ઘડતરની રીત છે .
     ( કવિ- ડબલ્યુ . લિવિંગ સ્ટૉન લાર્ડન )
Leave a comment

હવે નથી- દિલિપ મોદી

Inline image

મારું મૃત્યુ

આવતીકાલે જો હું નહિ હોઉં,

મારી આંખો કાયમને માટે મીંચાઈ જાય તો

-સૌપ્રથમ મારા મૃતદેહને નવડાવશો નહિ

(નગ્નાવસ્થા મને શરમજનક લાગે છે)

મારા મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડો તેનો વાંધો નથી પરંતુ મારું માથું તો ખુલ્લું જ રાખશો

(ચહેરા સુધી સંપૂર્ણપણે ઢાંકવાથી મને અકળામણ થાય છે)

મારા મૃતદેહને નનામી સાથે દોરી વડે સખત બાંધશો નહિ

(બંધન થકી મને ગભરામણ થાય છે)

મારા મૃતદેહ પર ફૂલોના નાહક ઢગલા કરશો નહિ

(ફૂલ આપીને ફૂલ એટલે કે મૂરખ બન્યો છું ઉમ્રભર)

મારાં ચક્ષુદાન કરશો નહિ

(મારાં સપનાં એ મારાં અંગત છે,ભલે અધૂરા રહી ગયાં હોય)

મારા મોંમાં ગંગાજળ મૂકશો નહિ

(એની પવિત્રતા સંદર્ભે હજી ભીતર સંદેહ છે)

મારા મૃતદેહ પર ઘી ચોપડશો નહિ

(મને કોલેસ્ટરોલના ડરે હંમેશ સતાવ્યો છે)

મારા મૃતદેહ પર લાકડાં સીંચશો નહિ

(મારું ભારેખમ શરીર આમ સાવ તકલાદી છે)

અને પછી બાળશો નહિ

(પ્રદૂષણની નાહક સમસ્યા ઊભી થશે)

કે મારા મૃતદેહને ગૅસની ભઠ્ઠીમાં ધકેલશો નહિ

(બંધિયારમાં મને ખૂબ જ ગૂંગળામણ થાય છે)

અને હા,અગ્નિની તો બહુ બીક લાગે છે મને

(જિંદગીભર હું દાઝયો છું છતાં પણ)

મારા નામ આગળ સ્વ. લખશો નહિ

(કદાચ હું નર્કમાં ગયો હોઉં,એવું પણ બને)

પાનાં ભરી ભરીને મારી અવસાનનોંધ અથવા શ્રદ્ધાંજલિ છાપશો નહિ

(મારું નામ છાપાંમાં અવારનવાર છપાતું રહ્યું છે એટલે મને નવાઈ નથી)

મહેરબાની કરીને મારી શોકસભા રાખશો નહિ

(અનિવાર્ય પ્રશંસાના શબ્દો સાંભળવા મારા કાન હાજર નહિ હોય)

અને છેલ્લે,મને કોઈ યાદ કરશો નહિ એમ હું ઈચ્છું છું

(સ્મરણ કેટલું બધું પીડાદાયક હોય છે!)

ખરેખર… એક માણસ હતો-ન હતો થઈ જાય

એ કુદરતી ઘટના છે વળી હું અસામાન્ય નથી

ક્ષમાયાચનાપૂર્વક હું જલદીથી ભૂંસાઈ જાઉં, ભૂલાઈ જાઉં તો કેવું સારું !

મારે કોઈને પણ કદી બોજરૂપ નથી બનવું, યારો…

ડૉ. દિલીપ મોદી’લિખિતંગ સહીદસક્ત પોતે.

.’કાવ્યસંગ્રહમાંથીજેના વિમોચન પ્રસંગે કાવ્યસંગ્રહનો પરિચય કરાવવાનો મોકો મળ્યો હતો.આપ સ્મરણમાં રહેશો દિલીપભાઈવંદન

Inline image

Inline image
1 ટીકા

કપરો સમય

   આ સમય કપરો ભલે
હોય ભ્રમણ કરતો ભલે

       કોઇ તો ઉપાય મળશે
વાટ જોઇ બધે ફરતો ભલે

      પુન્ય જરૂર કોઇના હશે
પાપ બધા ઉભરતો ભલે

    શોધશે જરૂર ઉપાય હવે
દાકતર બધે વિહરતા ભલે

     રિસર્ચ થયા ઘણા નાથશે
પકડમાં લેશે હરખતો ભલે

      સ્મશાને જતા અટકશે ?
પ્રભુ સુજાડ ઉકેલતો હવે

    ડો ઈન્દુબહેન શાહ

૦૭ /૧૫ /૨૦૨૦

Leave a comment

તલ્લાક-ચારુ બહેન વ્યાસ

❤❤Angel saru ❤❤

          દિલ્હી ના  એક પરા માં એક મુસલમાન  કુટુંબ રહેતું  હતું ,બધાં  એક સંયુક્ત કુટુંબ માં રહેતા હતાં। ત્રણ ભાઈઓ અને તેનાં પરિવાર બાળબચ્ચાઓ કુલ મળીને લગભગ 15 થી 20 લોકો રહેતા હતા સાથે બે બહેનો નો પણ સમાવેશ થતો હતો।      

 આજે  ઘર ના વડીલ ભાઈ અકબર અને તેની પત્ની નૂરબાનું બે એકલા ઘર માં હતાં વેકેશન ગાળવા દીકરી  ના સંતાનો આવ્યા હતાં ઘરના બાકીના લોકો બહાર ગામ લગ્ન માં ગયા હતાં  દીકરી ના સંતાનો આખો દિવસ રમી ને થાકી ગયાં હતા અકબર  અને નૂરબાનું ને એકલા રહેવાની ટેવ નહોતી એટલે ઊંઘ નહોતી આવતી। બેઉ બેઠા બેઠા વાતો કરતા  હતાં            

અકબર જુના દિવસો યાદ કરતાં બોલ્યો –યાદ છે નૂરબાનું આપણે લગ્ન પછી ફરવા કાશ્મીર ગયાં હતા ,?   ‘હા મને યાદ છે ,તમે જીદ કરી હતી ,અબ્બા એ એટલે દૂર જવાની ના પાડી હતી પણ તમે માન્યા  ન  હતાં ,    હા જ્યારથી મારો મિત્ર જઈ આવ્યો હતો ત્યાર થી મને જવાનું મન થયું હતું ખૂબ રોમાન્ટીક જગ્યા હતી પ્રેમ કરવાની મજા આવે તું ત્યારે ખૂબ રુપાળી દેખાતી હતી મને બહુ વહાલી લાગતી તારી સામે કોઈ જોતું તોય મને ગમતું નહીં    હા મને ખબર છે આજે આટલા વખતે આ બધુ   કેમ યાદ આવ્યું ? આજે કોઈ ઘર માં નથી અને વર્ષો પછી સમય મળ્યો શાંતિ થી વાતો કરવાનો મોકો મળ્યો   આપણે મોટાં એટલે ઘરની બધી જવાબદારી આપણા પર હતી હવે છોકરાઓ મોટાં  થયા પરણી ને ઠેકાણે પડ્યા કામધંધા ને લીધે બધાં જુદા  થયા। હવે શાંતિ થી જીવશું     મારે હવે મારા પિતરાઈ ભાઈ ને ત્યાં લગ્ન માં જવું છે ,તમે આવશો ?  ના ના મારે નથી આવવું એ તે કઈ માણસ છે ?એવો કેવો સબંધ ?એણે ક્યારે ય મને બોલાવ્યો નથી મારી તરફ હંમેશા ઘૃણા થી જોયું છે અને હું  તને પણ નહીં જવા દઉં। 


હવે નૂરબાનું નો અવાજ થોડો મોટો થયો હંમેશા તમે મને ત્યાં જવાની ના પાડો છો  હવે તો હું જઈશ જ। આખી જિંદગી તમે કહ્યું તેમ કર્યું હવે બસ હું જઈશ , 

અકબર ને ગુસ્સો આવ્યો અને બના થઇ ને જોર થી તમાચો માર્યો। અને નૂર જોરથી  રડી પડી ,છોકરાઓ ઉઠી ન જાય એટલે મો પર કપડું ઢાંકી દીધું    અકબર ને જૂની વાત યાદ આવી એક વાર  એક  લગ્ન સમારોહ માં ભેગા થયા હતા ત્યારે નૂર તેના મામા  ના દીકરા સાથે વાતો એ વળગી હતી  ત્યારે ખુબ મોડું થઇ ગયું હતું  અકબર તેને છોડી ને ચાલ્યો ગયો હતો ,પાછળ થી તે તેના છોકરા સાથે પછી આવી હતી  ‘નૂર તને એ લોકો બહુ ગમે છે મારી પરવા નથી ‘ ‘ના એવું નથી હું તમારી પરવા કરું છું પણ હું પણ ક્યારે ક મારા લોકો ને મળું ને ?’ તો જ ત્યાં જઈને રહે મારે તારી જરુર નથી ‘ 

 ‘હા હા હવે તમને મારી જરુર નથી હું બૂઢી થઇ ગઈ છું એટલે ,આખી જિંદગી ઢસરડા કર્યા તેની કોઈ કદર નથી

,  વાત વણસવા લાગી દલીલો વધવા લાગી  બેઉ ને એક બીજાનો દોષ દેખાવા લાગ્યો અંતે અકબરે  ગુસ્સા માં તેને  કહ્યું કે જ તને તલાક આપુ છું તલાક તલાક તલાક ‘અત્યારે જ ધર  છોડી ને જતી રહે ,

‘અત્યારે અડધી રાતે ક્યાં જાઉં ? 

જ્યાં જવું હોય ત્યાં જા  તારા પ્રિય ને ઘરે જા ,મારે તારી સાથે નથી રહેવું  તલાક આપી છે એટલે સાથે એક રાત પણ ન રહેવાય

 ‘હું સવારે નમાજ પઢી ને જઈશ અત્યારે અહીં જમીન પર સુઈ જવાદો ,સવારે છોકરાઓ ઉઠે એ પહેલાં હું જતી રહીશ   એમ કહી ને એ જમીન પર સુઈ ગઈ। સવારે નમાજ ની બાંગ પોકારાઇ પણ નૂર ન ઊઠી એટલે અકબર તેને ઉઠાડવા લાગ્યો ‘નૂર ઉઠ સવાર પહેલા ઘર માંથી જતી રહે ;નહીં  તો બધામે ખબર પડી જશે ‘ 

પણ નૂર ન ઉઠી  તેણે તો કાયમ ની  તલાક લઈ લીધી હતી એ અકબર થી ખુબ દૂર ચાલી નીકળી હતી ,

Leave a comment

પંખીઓ ને પ્રાણીઓનું આપણા જીવનમાં બદલતું જતું સ્થાન

by Web Gurjari • July 14, 2020 • 0 Comments

વિમળા હીરપરા

આપણે જાણીએ છીએ કે આપણે એક કોષી અમીબા જેવા કીટકમાંથી ઉત્ક્રાંતિ પામીને માણસ બન્યા છીએ. આપણા શાસ્ત્રમાં પણ ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઇને માનવઅવતાર મળે છે એવો ઉલ્લેખ છે. તો વિજ્ઞાન પણ ઉત્ક્રાંતિના નિયમથી સમર્થન કરે છે કે આપણે એકકોષી જીવમાંથી જટીલ માનવદેહ પામ્યા છીએ.તો આપણા શાસ્ત્ર પણ ભગવાનના દસઅવતારમાં પ્રથમ કુર્મ, વરાહ,માછલી વગેરેમાંથી ઉંત્ક્રાંતિ પામીને રામાવતાર ને કૃષ્ણાવતાર માનવરુપે  દર્શાવી આ જ સિંધ્ધાતનું સમર્થન કરે છે. પ્રલયને અંતે વિષ્ણુભગવાન શેષનાગની શય્યામાં આરામ કરે છે. એમ મનાય છે કે પૃથ્વી શેષનાગના મસ્તક પર કે કાચબાની પીઠ પર ટકેલી છે. તો આપણા દેવીદેવતાના વાહન જુઓ.ત્યા પણ પશુ,પંખી ને પ્રાણીઓ છે. વિષ્ણુભગવાનનુણ ગરુડ, બહ્માજીનો હંસ, ઇંદ્રનો ઐરાવત, યમરાજાનો પાડો, અશ્વિનીકુમારનો ઘોડો, શંકરનો નંદી, ગણેશનો ઉંદર,સરસ્વતીનો મોર, અંબાજીનો વાઘ, બહુચરાજીનો કુકડો,

આ સિવાય આપણે કુદરતના દરેક પદાર્થમાં દૈવત્વ જોયુ છે.આપણે ધરતી ને નદીને માતા માનીને પુજીએ છીએ. પીપળો ને વડની પુજાકરીએ છીએ. ચંદ્રને મામા, સુરજને દાદા કહીએ છીએ. આપણા ગ્રહ,નક્ષત્રો ને રાશિ ને આભામંડળમાં પણ પ્રાણીઓની હસ્તી જોડી દઇએ છીએ.

આપણા રામ ને કૃષ્ણ જેવા માનવઅવતારમાં પણ પ્રાણીઓનો પ્રભાવ જોવા મળે છે. રામનો જન્મ યજ્ઞની પ્રસાદીરુપ છે તો એ જ પ્રસાદી પંખીની ચાંચમાંથી અંજનાના હાથમાં આવે છે ને હનુમાનનો જન્મ થાય છે. સીતા હરણમાં મૃગ ભાગ ભજવે છે ને જટાયુ સીતાને બચાવવા શહીદ થાય છે. તો વાનર એટલે કે હનુમાન એની ભાળ મેળવે છે ને વાનરસેના રાવણ સાથેના યુધ્ધમાં રામને સહાય કરે છે.

કૃષ્ણાવતારમાં ગાય એના જીવનમાં શરુથી જ જોડાયેલી છે. તો મહાભારતના યુધ્ધને અંતે હિમાલયમાં હાડ ગાળવા જઇ રહેલા પાંડવ બંધુમાં છેલ્લે એકલા બચેલા ધર્મરાજનો વફાદાર સાથી કુતરો જ છે.કૃષ્ણનો શણગાર મોરપીચ્છ ને શંકરનો સર્પ છે.

હવે આજના સંદર્ભમાં જોઇએ તો પ્રથમ તો માણસ માંસાહારી જ હતો. ખેતીવાડીની શોધ પછી નાના પાયે વિકલ્પ ઉભો થયો. તો પણ આજે દુનિયાની મોટા ભાગની પ્રજા માંસાહારી છે. મશીનોની શોધ પહેલાની આપણી જીવનશૈલી તપાસીએ તો પશુ,પંખી સાથે આપણો ગાઢ સંબંધ હતો. એ સમયે વસ્તી પાંખી ને દરેક ઘરને વિશાળ આંગણા, ફળીયા, ખુલ્લી ઓસરી ને ઘરની ચારે બાજુ મોકળાશ. આંગણામાં લીમડો,પીપળો, જેવા છાયા આપતા ઘટાદાર વૃક્ષો, ગામને પાદર વિશાલ વડલો. ખુલ્લાં ખેતરો ને હરીયાળી વાડીઓ, ગામને પાદર નદી ને સીમમાં તળાવ. ગાય આપણને દુધ,દંહી, માખણ શાકાહારી ખોરાક માટેની મુખ્ય જરુરયાત પુરી પાડતી. એના બચ્ચા તે વાછરડા બળદ બનીને ખેતીનો ભાર ઉપાડતા. તો ગૌમુત્ર પવિત્ર ગણાતુ ને ઔષધી તરીકે પણ વપરાતું. છાણનો ખાતર ને બળતણ તરીકે પણ ઉપયોગ થતો. ગાય આ રીતે કામધેનું મનાતી.વારતહેવારે એની પુજા થતી. ધાર્મિક દ્રષ્ટિએ એ વૈતરણી તરવામાં મદદ કરતી ને  કારજવિધિમાં એને પુંછડેપાણી રેડીને મૃતકને અંજલિ અપાતી. ભેંસ બકરી દુધાળા પ્રાણી ગણાતા.   ઉપરાંત બળદ,ઘોડા,ઉંટ ને ખચ્ચર માલસામાન ને માણસોની હેરફેરમાં સહાય રુપ હતા.પહોંચતા લોકો ઘોડા રાખતા ને રાજા મહારાજા હાથીની સવારી કરતા. મુસાફરી બળદગાડા, માફા, બગીઓ ને ઘોડાગાડીમાં થતી. તો રણપ્રદેશમાં ઉંટ ને પહાડોમાં ખચ્ચર  વાહન તરીકે વપરાતા. આ સિવાય આ પ્રાણીઓના ચામડા બુટચંપલ બનાવવામાં કામ આવતા. ગધેડા જેવા પ્રાણીઓ કુંભાર ને માટી લાવવામાં મદદરુપ થતા.

નવી વસાહતની સ્થાપનામાં આ બધી વાતનું ધ્યાન રાખીને ગામને તોરણ બંધાય. સવારથી જ પસુપંખીનું આગમન થાય. વહેલી સવારે કુકડો બોલે.જાણે કે કુદરતની ઘડિયાળ ને સુરજના આગમનનો છડીદાર. પછી આંગણે જુવાર નખાય ને કબુતરના ટોળા ઉતરે.સાથે ચકલી. કાગડા, કાબર, હોલા પણ આવે. ચોકમાં ચબુતરો હોય ને મંદિરના પ્રાંગણમાં ચણ નખાય. લોકો કીડીયારુ પુરે ને નદીએ માછલાને મમરા ખવડાવે. રસોડામાં કુતરા માટે ચાનકી બનાવાય, જમતી વખતે ગૌગ્રાસ કઢાય, ઝાડની ડાળીએ પાણીની ઠીબ ટાંગેલી હોય. પંખીઓ ચણીને પાણી પી ને ધરાય એટલે ઉડી જાય, બપોરે કોયલ ટહુકી જાય. સાંજના મહેમાન તે મોર ને ઢેલ.ચણવાની સાથે કળા કરીને મોર આપણું મનોરંજન પણ કરે. રાત્રે સુનકારમાં હોલા ને ઘુવડનો ચિત્કાર પણ સંભળાય ને તમરાનું સંગીત.

આ સિવાય અમુક પશું પંખી સાથે સારીનરસી પણ જોડાઈ છે, જેમકે સારા કામ માટે જતા હોય તો ગાય સામી મળે તો શુકન ને બિલાડી આડી ઉતરે તો અપશુકન. રાત્રે ઘરના મોભ પર હોલા કે ઘુવડ બોલે તો અશુભના અણસાર. કુતરા રડે તો યમરાજના આગમનની એંધાણી. કાગડો છાપરા પર બોલે તો મહેમાનના આગમનનો સંકેત. ટીટોડીના ઇંડાની ગોઠવણ પરથી ચોમાસાની સફળતાની ખબર પડે.

પછી જુઓ કે દરેક પંખીઓની માળા બનાવવાની કારીગરી. એમાં સુધરી મેદાન મારી જાય. ખરેખર તો સુગૃહી કહેવી જોઇએ. તો કાગડા આપણા સદગત પુર્વજોના પ્રતિનિધિ તરીકે ખીર ખાવા આવે

આપણા તહેવારો ને આપણા લોકગીતો પર પણ આ પ્રાણીઓનો પ્રભાવ છે. પંખી સાથે પિયરમાં સંદેશો મોકલતી દિકરી, વેવાઇને જાનના આગમનનો સંદેશો આપતો મોર, સીતાનો પઢાવેલો પોપટ ને ગુપ્ત સંદેશ લઇ જતું કબુતર આ આપણને પશુપંખીનો નાતો સમજાવે છે.

કાળક્રમે સમય બદલાયો. મશીનોનુ આગમન થયું. પ્રાણીઓ પરનો આધાર ઘટવા લાગ્યો. કુવા પર મશીન આવ્યા,વાહન વ્યવહારમાં ઉત્ક્રાંતિ આવી, દુધની ડેરી ઊભી થઇ. ઘડિયાળને કાંટે સમય ચાલવા લાગ્યો ને પ્રાણીઓનું સ્થાન મશીનોએ લીધુ ને પ્રાણીઓની અવગણના થવા લાગી.

આજે આપણા આંગણામાં ચકલા ,પોપટ,કબુતર કે મોર આવતા નથી. અરે,ઘરને આંગણા જ નથી. વૃક્ષો નથી. હવે તો પંખીઓને ઉડવા ખુલ્લુ આસમાન પણ નથી, ત્યાંય વિમાન સાથે હરીફાઇ કરવાની. આજના બાળકોને આ પંખી ને પ્રાણીઓ પુસ્તકોમાં કે નેટ પરની તસવીરોમાં કે નેશનલ જ્યોગ્રાફિકની ફિલ્મોમાં કે બહુ બહુ તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે !

વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

1 ટીકા

બદલો.- ચારુબહેન વ્યાસ

              મનુ  ત્રણ   વર્ષ ની હતી..જ્યારે   તેની  માતા     કેન્સર  માં  મૃત્યુ  પામી .તે  માંદી  હતી  એટલે  ગામડે થી તેનાં દાદા દાદી આવ્યાં હતાં .નાની મીનુ   ને સાચવવા   મા વિનાની  મીનુ ને ઓછું  ન આવે તે  માટે  દાદ દાદી ખૂબ લાડ લડાવતાં રાતે પણ પડખામાં જ સુવાડતાં

મીનુ પૂછતી ‘ બા મારી મમ્મી ક્યારે આવશે ?’  બા રોજ  કહેતાં  જલ્દી  આવી જશે  તેઓ  મનુ ના પિતાજી કિશન ભાઈ ને સમજાવતાં  હતાં કે હવે મનુ  માટે  પણ બીજા લગ્ન  કરી લેવા જોઈએ તેઓ  પણ પાછા  ગામડે જવા માંગતા હતાં  મનુ  રોજ ખુલ્લા  બારણાં  સામે જોઈને માની  રાહ જોતી નાની મનુ  કઈ  સમજતી નહોતી  પણ માં વિના  સુની  થઇ   ગઈ હતી

           કિશનભાઇ એ અંતે  બીજા લગ્ન  કરવાનું નક્કી કર્યું  . તેના મન માં  અનેક શંકાઓ  હતી;મીનુ  ને  મા નો પ્રેમ નવી મા   આપશે કે નહીં ?  કેવી હશે ?  કિશન ની બા એ  સગા  વહાલા ઓ ને કહી રાખ્યું હતું   બહુ   છોકરીઓ  જોઈ  અંતે  એક ભણેલી અને સારા  ઘર ની મંજુ  નામની  જરા મોટી  ઉંમર ની   મળી. તેના  લગ્ન  નહોતા થતા અને તેના ફોઈ ના  ઓળખાણ માં  તેનું કુટુંબ  હતું લગ્ન થઇ  ગયાં

            મંજુ ઘરમાં બરાબર ગોઠવાઈ જાય તે માટે  દાદી મનુ ને થોડા સમય માટે ગામડે  લઇ  ગયા . 2 મહીના  પછી મંજુ પછી આવી . ઘરમાં નવી મમ્મી ને જોઈને રાજી થઇ ગઈ. તે પોતાની માનો  ચહેરો ભૂલી ગઈ હતી.શરૂઆત માં  તો બધું  બરાબર ચાલ્યું .મંજુ  મીનુ નો  પ્રેમ વધતો ગયો પણ મંજુ  ને થતું કે  મીનુ  ન હોત  તો  હું નોકરી કરી  શકત., આઝાદી થી  ફરી શક્ત  આમ ને આમ બે  વર્ષ વીતી ગયાં   મંજુ  ને સારા દિવસો  દેખાયા .તે માં  બનવાની હતી ગામડે થી  દાદી આવી .બધાં ખુશ ખુશ રહેતાં હતા .મીનુ  ની સામે કોઈ ને જોવાનો સમય નહોતો બધાં  મંજુ માં  ની આસપાસ રહેતાં  નવું  નવું ખાવાનું  બનાવી ને ખવડાવતાં હતાં .

             થોડા દિવસ પછી  મંજુ  નાનકડા ભાઈ ને લઈને આવી’ કેટલું  બધું બદલાઈ  ગયું!  ભાઈ ને જોવા  તેની નજીક જાય તો તરત કહેવામાં આવતું કે દૂર રહે  ;તેને અડતી નહિ  આ દૂધ ભાઈનું  છે’  એનો  અનાદર થવા માંડયો  મંજુ ને એની જગ્યા  ઝૂટવાતી લાગી’ પપ્પા પણ ભાઈ પાસે જ રહે છે  તેને કોઈ બોલાવતું નથી  બાળમાનસ પર  અવળી     અસર  થઇ. તેનો ભાઈ તરફ તિરસ્કાર વધતો ગયો

                         એક દિવસ મંજુ  ભાઈ ને  ઘોડિયા માં સુવડાવી રસોડા  માં કામ કરવા ગઈ  અને મીનુ લાગ જોઈને  ભાઈ ના રૂમ માં ગઈ  ગુસ્સામાં ભાઈ ને ઉપાડ્યો અને ઉપલે માળેથી  તેને નીચે ફેંકી દીધો .નીચેના રૂમ માં  જઈને કબાટ માં સંતાઈ ગઈ  

Leave a comment

આંતર રાષ્ટ્રીય ”ફાધર્સ ડે ”(પિતા દિન) ઉજવણી નું રહસ્ય

—   ————————————————————————–
  ”  ખુશીયોંસે ભરા હરપલ  હોતા હૈ ,જીન્દગીમેં સુનહરા હર કલ હોતા હૈ /
     મિલતી હૈ કામિયાબી ઉસે જીન્દગીમેં ,જિનકે સર પે અબ્બા કા હાથ હોતા હૈ \\(અજ્ઞાત )
                        સંપૂર્ણ જગતમાં  માતા અને પિતાને ઉચ્ચ સ્થાન અપાયું છે ,બંનેના સહિયારા ત્યાગ,બલિદાન,સંભાળ ,રક્ષણ ,સમજ, શિક્ષા વગેરે  અનેક   સંસ્કારી ગુણો થકી દ્વારા સંતાનો ના ઘડતર માટે પોતાની જિંદગીનું યોગદાન દેનારા માતા પિતામાં  દેવતાઓ  વસે છે. તેથી માતા અને પિતા બંને ની પૂજા થાય છે ,પશ્ચિમી સંસ્કૃતિએ ‘માતા દિવસ ‘અને ‘ પિતા દિવસ ‘ એમ જુદા જુદાં દિવસની પ્રથા અમલી  બનાવી તા.16મી જૂન ના દિવસે આંતરરાષ્ટ્રિય  ફાધર ડે ની ઉજવણી થશે . જેનો હેતુ પિતાએ સંતાનો માટે જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી તેને સન્માન આપવાનો, આદર આપવાનો  છે .
                  વિશ્વના તમામ ધર્મો એક જ વાત કરે છે કે આ સૃષ્ટિ નું સંચાલન એક જ હાથે ,એક જ શક્તિ થકી ચાલે છે -જેને ‘ગોડ ‘- કે  ‘ લોડ ‘ -દેવતા ,ઈશ્વર ,ભગવાન ,પરમાત્મા ,ખુદા ,અલ્લાહ ,પરમેશ્વર ,સ્વામી ,મસીહા -જેવા શબ્દો વપરાય છે . સર્વત્ર એક પિતાના રૂપમાં સર્વ સ્વીકૃત છે તે ઈશ્વર પૃથ્વી પર પિતા સ્વરૂપે દેહધારી દેવ છે.
                          દયાનંદ સરસ્વતી -આર્ય સમાજ સ્થાપકે  નોંધ્યું છે કે -ઈશ્વર હંમેશા છે જ  તથા હરદમ આપણી રક્ષા અને પાલન કરે છે ; અમારા કલ્યાણ માટે કાર્ય કરે છે અને આપણને તક (અવસર ) આપે છે.  એટલેકે તે આપણા  બધાનો પિતા છે ; આ વાત અમેરિકન વિચારક -બેન્જામિન ફ્રેંકલીન (ભૂતપૂર્વ રાષ્ટ્ર પતિ અમેરિકા ) પણ પોતાની રીતે કરે છે  ‘ એ  ફાધર ઇઝ એ  ટ્રેઝર ,બર્ધર એ કમ્ફર્ટ એ ફ્રેન્ડ ઈઝ બોથ. પ્રાચીન હિન્દૂ ગ્રંથોમાં માતા અને પિતા બે ય ને ધરતીપરના દેવ ગણાવ્યા છે . ત્વમેવ સર્વમ મમ દેવ દેવમં // પિતાનું વિશેષ માહાત્મ્ય મહાભારતના શાંતિ પર્વમાં છે -અધ્યાય 255/ચ \  ‘મારા પિતા મારુ સ્વર્ગ છે ,મારા પિતા મારો ધર્મ છે,મારા જીવનની પરમ તપસ્યા છે, જો તેઓ પ્રસન્ન  છે  તો બધા દેવતા પ્રસન્ન છે . તેથી કહેવત છે -ઠાર્યા  એવા ઠરજો ‘
                 ભારતીય વેદો માં  માતા પિતાને  પૂજનીય ગણી ને -ભગવાન  પિતા ,સખા ,સાથી  તરીકે નું સ્થાન આપ્યું છે  .બાળક ,સંતાનોની માવજત માતા અને બાપ બંને સહિયારી રીતે કરે છે ,માતા વાત્સલ્ય ,હૂંફ આપે છે, પોતાના ઉદર માં ભાર સહી ને જન્મ આપે છે -પિતા પણ ઉત્તમ આદર્શ ,પ્રેમ ,અનુભવ ,સંયમ ,અનુશાસન ,ગંભીરતા ,દરિયાદિલી ના પાઠ બાળકને ભણાવે છે , અહીં પિતા વિષે વાત કરવાનું પ્રયોજન  વિશ્વ ‘પિતા દિવસ ‘ નો પ્રારંભ ,ઉજવણી અને માહિતી  આપવાનો છે.
                ભારતીય સંસ્કૃતિ  સર્વોચ્ચ સ્થાને  જગમાં સ્વીકારાઈ છે ,અમેરિકન તેમજ વિદેશી સંસ્કૃતિમાં  થોડો તફાવત છે , ત્યાં  માતા પિતાના આપસી  અંદરોઅંદરના  વિખવાદ થી છૂટા છેડાં  લેવા તે સહજ વાત  છે ;તેથી સંતાનોને માતા કે પિતાની પૂરતી હૂંફ કે આત્મીયતા જીવન ભર મળતી નથી.સ્વતંત્ર  અને પોતાની નિજી જિંદગી જીવવાની પ્રથા હોવાથી ખાસ  મધર્સ  ડે  / ફાધર્સ  ડે અલાયદી ઉજવણીઓની જરૂરત ઉભી થઈ. ભારત પોતાની સંસ્કૃતિમાં પૂર્વજો ,માતા ,પિતા ,સ્વજનો ,સંબંધીઓ ,સમાજ ,જ્ઞાતિ ,દેશ ,રાષ્ટ્ર વગેરે ને સન્માન કરવાનું શીખવાડે છે  આમ બે સંસ્કૃતિમાં મોટો તફાવત છે .
                      ભારતમાં  પૂર્વજોની ઋણમુક્તિ માટે પિતૃ શ્રાદ્ધ પક્ષ -પખવાડિયું  નક્કી કરેલ છે ,તે આદર  બતાવે છે , સંયુક્ત કુંટુંબ  પ્રથા હજુ છે ,અને જુદા રહે તેમ છતાં મળવા ઉત્સુકતા રહે અને સાધનો પણ હાથવગા હોય છે -સંતાનો સાથે લાગણી તો જોડાયેલી રહે. સામાજિક પ્રસંગોમાં મળવાનું થાય  તેથી બહુ એકલવાયું ના લાગે  – તેથી વિશ્વ ફાધર્સ  ડે -બ્રિટિશ તહેવારની  ભારતમાં ઉજવણી ની જરૂર ઉભી થતી નથી   બીજું કારણ ભારતમાં માતા અને પિતા બન્ને ની સાથેજ  પૂજા કરવાની  ઘરની બહાર જતા વંદન ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવાની પ્રણાલિકા છે,  નોકરી અર્થે અલગ વસવાટ, જગાની મોકળાશ માટે કુટુંબો વિભક્ત બન્યા ,સંતાનો પરદેશ ગયા આ બધા સાથે  ક્યાંક  દેખાદેખીએ હવે આંધળું અનુકરણ  ભારત માં પણ ચાલ્યું , વિદેશી દેખાદેખીથી અર્થ વગરના ફેસ્ટીવલો ઉજવવાની આદત થતાં -ધંધાદારી દૃષ્ટિકોણ વિકસ્યો છે ,જેની કોઈ આવશ્યકતા ભારતમાં હોતી નથી.
                                          આંતર રાષ્ટ્રીય ફાધર્સ  ડે- મધર્સ ડે નો પૂરક  છે ,પિતાઓના સન્માન માટે વ્યાપકરૂપમાં  વિશ્વભરમાં તે અલગઅલગ દિવસે પણ ઉજવાય છે .પિતૃત્વ ,પિતૃત્વ સ્નેહ  બંધન,પિતાનો બાળકોના જીવનમાં પડતો પ્રભાવ વગેરેને ધ્યાનમાં લઈને પૂર્વજોની સ્મૃતિ કાયમ રહે તેવી ભાવના  અને હયાત પિતાને આદર અપાય તેવો હેતુ પણ છે.
                                             વાસ્તવિક રીતે પ્રથમ ફાધર્સ ડે -પશ્ચિમ વર્જિનિયાના ફેયરમાર્ટમાં તા.5 મી જુલાઈ -1908માં મનાવાયો  હતો .મોંર્નોગાહ   પશ્ચિમ વર્જિનિયાની એક ખાણ દુર્ઘટનામાં 361 જણા જેમાં 250 તો પિતાઓ હતાં તેઓના સામુહિક  કરુણ  અકસ્માતી નિધન થી 1 હજાર બાળકો પણ બાપ વિહોણા બની ગયા હતા -આ મૃત્યુ પામેલાઓના તર્પણ રૂપે।  પિતૃ સન્માન આપવા આ ખાસ  આયોજન શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લેટ  દ્વારા થયું હતું – વિલિયમ મેમોરિયલ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચ -પશ્ચિમ ;આજે સેન્ટ્રલ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ નામે ઓળખાય છે – તે હતું.
                                               આ દિવસ ને જાહેર રજા તરીકે સ્વીકૃતિ ન મળી હોવાથી ગલત ધારણા ,સૂચનાઓને લીધે -કેટલાંક સૂત્રોનું માનવું છે , કે પ્રથમ ફાધર્સ  ડે -સ્પોકન/ વૉશિન્ગટન માં સોનોરા સ્માર્ટ ડોડ નામની મહિલાના પ્રયાસથી  બે વર્ષ પછી 1910 માં આયોજિત થયો હતો; 1909 માં મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચના બિશપ દ્વારા ‘મધર્સ ડે ‘  માન્યતા ઉપર પ્રવચન -ધર્મ ઉપદેશ સાંભળવા  પછી  સોનોરા સ્માર્ટ ડોડ ના મનમાં પોતાના  માતાના  મૃત્યુ બાદ પિતાએ બાપ અને  માતા ની બેવડી ભૂમિકા ભજવી હતી;  પિતાધર્મની લાગણી જાગૃત થઇ અને ફાધર્સ  ડે -હોવો જોઈએ તેવો વિચાર  બાળકી  સોનોરામાં ઉદ્ભવ્યો  પૂર્વ પિતા હેનરી જેક્સન સ્માર્ટ અને -મૃતપિતા વિલિયમસ્માર્ટ  અને અન્ય પિતાઓને સન્માન મળવું જોઈએ અને  તે કાર્યક્મનું આયોજન  થાય  તો સારું !
                                                  સ્માર્ટ  પોતાના પિતાના જન્મ દિવસ  5 -જૂનના સ્મરણમાં આ દિવસે -”ફાધર્સ ડે ”-મનાવાય તેવી ઈચ્છા સોનો રા ડોડ  મહિલાની ની હતી ;પરંતુ આ પ્રથમ  આયોજનમાં થોડો સમય જોઈએ તે માટે પાદરીએ તે માટે 19 જૂન -1910 નો દિવસ નક્કી કર્યો  વાય,એમ,સી,એફ ના સભ્યો એ આ દિવસે ચર્ચમાં મોટી સંખ્યામાં હાજરી આપી અને જીવિત પિતાઓના સન્માનમાં લાલ ગુલાબ અને મૃત પિતાઓ ને યાદ કરીને સફેદ ગુલાબ લગાવી   પ્રાર્થનાઓ કરી.  સોનોરા સ્માર્ટ ડોડ પોતે  સજીધજી ને ખુશીઓ સાથે ઘોડાગાડીમાં બેસીને સારા શહેરમાં ઘેર ઘેર વૃદ્ધજનો ,પથારીવશ રોગી પિતાઓને  મળીને  -સન્માન , આદર સાથે અનેક ભેટો ,પુષ્પગુચ્છો અર્પણ કર્યાં.
                                               આ દિવસનો વિરોધ ,મશ્કરી ,ઠઠ્ઠા,મજાકો  થઈ ,અખબારોએ પણ ફજેતી ગણાવી.આયોજનો પોતાની ઉજવણી ના સંતોષ સાથે મક્કમ રહ્યા અને આ દિવસ કેલેન્ડરમાંથી બાકાત ન થઇ જાય માટે વિચારવા લાગ્યા – વિરોધીઓ નો માટે એ હતોકે માતા પિતામાંથી એક ને જ સન્માન આપતાં બીજાને અન્યાય થઈ તે યોગ્ય નથી.
                                                 તત્કાલીન રાષ્ટ્ર પતિ લિન્ડન જૉનસન -એ 1966 માં  જૂન મહિના ના ત્રીજા રવિવારે -” ફાધર્સ ડે ‘-ઘોષિત કર્યો  છ  વર્ષ પછી 1972 માં -રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકાસને આ કાનૂની પત્ર તૈયાર કરાવી દસ્તાવેજી હસ્તાક્ષર કર્યાં.આ દિવસે  રજા પણ જાહેર થઇ  અત્રે ઉલેખ્ખનીય છે કે -2010 માં ફાધર્સ ડે -શતાબ્દી મહોત્સવ -એક મહિના સુધી અવનવા કાર્યક્રમો સાથે  મનાવાયો હતો; ફાધર્સ ડે -માં એક પિતા જ નહિ ,સાથોસાથ પિતાઓ સમાન ,પિતાતુલ્ય સંબંધો જેવા કે -દાદા  ,કાકા ,માસા ,પિતરાઈ પિતા,પાલક પિતા , વયસ્કો ,સિનિયર સિટિજનો વગેરે ના સન્માન ,ભેટ ,મિજબાની થી બહુમાન કરાય છે .વિશ્વભરમાં તેની તારીખો માં ફેરફાર મળે તેમ છતાં તે મનાવવામાં આવે છે તે મહત્વનું છે .વ્યવસાયિક હેતુથી રાષ્ટ્રીય ફાધર્સ ડે  ન્યુયોર્ક માં સમિતિ 1930 માં બનાવી જેને સમય જતાં રાષ્ટ્રીય પરિષદ નામ અપાયું -તેણે આ દિવસને ”બીજી ક્રિસમસ ” રૂપ ગણાવી  સતત  ત્રણ સપ્તાહ તરીકે ઉજવવા  જાહેર કર્યું.એક બાળકી એ વિશ્વમાં ‘ ફાધર્સ  ડે ‘- માટે  નિમિત્ત બની સાચાં અર્થમાં પિતૃ ઋણ ચૂકવ્યું .આ એક અદભુત ઘટના ગણાય
———————————————–જિતેન્દ્ર પાઢ /અમેરિકા

Leave a comment